એહરામના મસાઈલ
એહરામના મસાઈલ અને તલબિયા: હજ-ઉમરાહના ઝાયરીનો માટે માર્ગદર્શિકા તલબિયા (તલબિયાહ) અને તેનું ગુજરાતી ભાષાંતર لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لاَ شَرِيْكَ لَكَ لَبَّيْكَ، إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ لاَ شَرِيْકેَ لَكَ ગુજરાતી ઉચ્ચારણ: "લબ્બેક અલ્લાહુમ્મા લબ્બેક, લબ્બેક લા શરીકા લકા લબ્બેક, ઇન્નલ હમદા વન નિઅમતા લકા વલ મુલ્ક, લા શરીકા લક." ગુજરાતી ભાષાંતર: "હું હાજર છું, હે અલ્લાહ! હું તારા દરબારમાં હાજર છું. હું હાજર છું, તારો કોઈ શરીક (ભાગીદાર) નથી, હું હાજર છું. બધી જ પ્રશંસા (તારીફ), બધી જ નેઅમતો (કૃપા) અને સંપૂર્ણ બાદશાહી માત્ર તારી જ છે. તારો કોઈ ભાગીદાર નથી." વધુ સમજૂતી માટે મુફ્તી અલી અસઘર સાહેબનો વિડિયો જુઓ: YouTube વિડિયો લિંક અહીં છે ...